જી રે તારો જનમ પદારથ જાય, -વટાવડા વીરા! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે…… સપનામાં સૂતા રે, જન તમે જાગજો રે, હાં રે ભાઈ ! જનમ પદારથ જાય, દેવને ય દુર્લભ રે આ મનખા દેહ છે રે, હાં રે ભાઈ ! પૂરણ ભાગ્યે ઈ પમાય.. દેહ તો દુર્લભ રે, મોટા મોટા દેવ ને રે હાં રે વીરા! પૂરણ ભાગ્યે જ પાય... -વટાવડા વીરા! વાટના રે વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે...૦ છતે ને હુતે રે વિત્ત નવ વાવયું રે, હાં રે ભાઈ ! અણછતી સરવે આથ, કાયા ને માયા રે, મિથ્યા કરી માનજો રે, સંઘરેલું નૈ આવે સાથ, હાં રે ભાઈ! ખાધું ને રે પીધું રે વિગતેથી વાવયું રે, ઈ તો કાયમ દેશે સાથ.. -વટાવડા વીરા! વાટના રે વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે...૦ જાણો છો પોતાનું રે,પણ આ છે પારકું રે, પુત્ર કલત્ર પરિવાર, પરદેશી પરોણું રે આવ્યું ઘર આંગણે, વાયરા વિદેશના વાય.. -વટાવડા વીરા! વાટના રે વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે...૦ પોતાનું અરપીને ,પરને રે પોપીયે રે, ભાવે ભજીએ ભગવાન આતમા ને પરમાત્મા એક કરી જાણજો રે, દયા રે સમું નહીં દાન.. –વટાવડા વીરા! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે...૦ સરોવર ને તરુવર રે , પંડે પરમારથી, જેને ખપે તે વેડીને સહુ ખાય નદીયું ન સંઘરે રે નીર રે પોતા તણાં રે, નીર તો નવાણે જાય. –વટાવડા વીરા! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે...૦ પંડે રે પોઢયો રે, પ્રાગ વડને પાંદડે રે, પંખીડાં વસે દોનું પાસ, કાળ તો કબાડી રે આવ્યો એને કારમો રે, નિત્ય રે પ્રલય, નિત્ય નાશ.. –વટાવડા વીરા! વાટના રે વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે...o સંસારિયો સૂતો રે, માયાના ઘેનમાં રે, એને અન્યની માયાની છે આશ, જાગ્યાતે હરિજન રે, શબદ રૂડા સાંભળી રે, મહાજન ગાવે મૂળદાસ. –વટાવડા વીરા! વાટના રે વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે...o 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
जी रे तारो जनम पदारथ जाय, -वटावडा वीरा! वाटना रे, वाटे ने घाटे रे विलंब नव कीजिये रे…… सपनामां सूता रे, जन तमे जागजो रे, हां रे भाई ! जनम पदारथ जाय, देवने य दुर्लभ रे आ मनखा देह छे रे, हां रे भाई ! पूरण भाग्ये ई पमाय.. देह तो दुर्लभ रे, मोटा मोटा देव ने रे हां रे वीरा! पूरण भाग्ये ज पाय... -वटावडा वीरा! वाटना रे वाटे ने घाटे रे विलंब नव कीजिये रे...० छते ने हुते रे वित्त नव वावयुं रे, हां रे भाई ! अणछती सरवे आथ, काया ने माया रे, मिथ्या करी मानजो रे, संघरेलुं नै आवे साथ, हां रे भाई! खाधुं ने रे पीधुं रे विगतेथी वावयुं रे, ई तो कायम देशे साथ.. -वटावडा वीरा! वाटना रे वाटे ने घाटे रे विलंब नव कीजिये रे...० जाणो छो पोतानुं रे,पण आ छे पारकुं रे, पुत्र कलत्र परिवार, परदेशी परोणुं रे आव्युं घर आंगणे, वायरा विदेशना वाय.. -वटावडा वीरा! वाटना रे वाटे ने घाटे रे विलंब नव कीजिये रे...० पोतानुं अरपीने ,परने रे पोपीये रे, भावे भजीए भगवान आतमा ने परमात्मा एक करी जाणजो रे, दया रे समुं नहीं दान.. –वटावडा वीरा! वाटना रे, वाटे ने घाटे रे विलंब नव कीजिये रे...० सरोवर ने तरुवर रे , पंडे परमारथी, जेने खपे ते वेडीने सहु खाय नदीयुं न संघरे रे नीर रे पोता तणां रे, नीर तो नवाणे जाय. –वटावडा वीरा! वाटना रे, वाटे ने घाटे रे विलंब नव कीजिये रे...० पंडे रे पोढयो रे, प्राग वडने पांदडे रे, पंखीडां वसे दोनुं पास, काळ तो कबाडी रे आव्यो एने कारमो रे, नित्य रे प्रलय, नित्य नाश.. –वटावडा वीरा! वाटना रे वाटे ने घाटे रे विलंब नव कीजिये रे...o संसारियो सूतो रे, मायाना घेनमां रे, एने अन्यनी मायानी छे आश, जाग्याते हरिजन रे, शबद रूडा सांभळी रे, महाजन गावे मूळदास. –वटावडा वीरा! वाटना रे वाटे ने घाटे रे विलंब नव कीजिये रे...o 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Ji re taro janam padarth jay, -Vatavda veera! Vatna re, vate ne ghat re vilamb nav kijiye re...... Sapanman sut re, jan tame jagjo re, Ha re bhai! Janam padarth jay, devne y durlabh re Aa mankha deh chhe re, Ha re bhai! Puran bhagy e pamay.. Deh to durlabh re, mota mota dev ne re Ha re veera! Puran bhagy e j pay... -Vatavda veera! Vatna re vate ne ghat re vilamb nav kijiye re...0 Chhate ne hute re vitt nav vavayun re, Ha re bhai! Anchati sarve aath, Kaya ne maya re, mithya kari manjo re, Sangharelu nai aave saath, Ha re bhai! Khadhum ne re pedhum re vigatethi vavayun re, E to kayam deshe saath.. -Vatavda veera! Vatna re vate ne ghat re vilamb nav kijiye re...0 Janano chho potanum re, pan aa chhe parakum re, Putra kalatr parivar, paradesi paronum re Aavyun ghar angane, vairan videshna vay.. -Vatavda veera! Vatna re vate ne ghat re vilamb nav kijiye re...0 Potanum arpine, parne re popiye re, Bhav bhajiye bhagwan atmane paramatma ek kare janjo re, Daya re samun nahin dan.. -Vatavda veera! Vatna re vate ne ghat re vilamb nav kijiye re...0 Sarovar ne taruvar re, pande paramarthi, Jene khape te vedine sahu khay nadivum na sanghare re Neer re pote tan re, neer to navane jay. -Vatavda veera! Vatna re vate ne ghat re vilamb nav kijiye re...0 Pande re podhayo re, prag vadne pandde re, Pankhidam vase donum pas, kal to kabadi re Aavyo ene karmo re, nity re pralay, nity nash.. -Vatavda veera! Vatna re vate ne ghat re vilamb nav kijiye re...0 Sansariyo suto re, mayana ghenman re, Ene anyani mayani chhe aash, Jagyate harijan re, shabd rud sambhali re, Mahajan gaave Muldas. -Vatavda veera! Vatna re vate ne ghat re vilamb nav kijiye re...0 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy